અમદાવાદમાં ફિલ્મ 'નઈ નવેલી'નું 11 ઓક્ટોબરે પ્રમોશન કરવા પહોંચશે યામી ગૌતમ ધર, ફિલ્મને લઈને વધશે એક્સાઈટમેન્ટ
યામી ગૌતમ ધર 11 ઓક્ટોબરે અમદાવાદમાં ‘નઈ નવેલી’નું પ્રમોશન કરશે. ફિલ્મ 16 ઓક્ટોબરે રિલીઝ થશે.
અમેઝોન MGM સ્ટુડિયોઝ અને કલર યેલોની ફિલ્મ નઈ નવેલીની વાર્તા એક જાણીતા ભારતીય પરિવારની ઝલક આપે છે. વાર્તામાં એક સામાન્ય પરિવારની દુનિયા ખૂબ જ રસપ્રદ રીતે બદલાઈ જાય છે, અને ત્યારબાદ તેમાં લાર્જર ધેન લાઈફ પાત્રો, પરિવારમાં થતી મજાક અને અનેક ટ્વિસ્ટ્સ એન્ડ ટર્ન્સ ઉપરાંત ફેમિલી ડોગ પણ આ ઊથલપાથલમાં સામેલ થઈ જતો જોવા મળે છે. ફેમિલી, કોમેડી, ફેન્ટસી, મિસ્ટ્રી અને એક્શનને એકસાથે જોડતી આ ફિલ્મ દર્શકો માટે મસ્તી, હ્યુમર, ઇમોશન અને અનેક રસપ્રદ સરપ્રાઈઝ લઈને આવી રહી છે. ફિલ્મની વાર્તા ભારતીય પરિવારનાં મૂળિયાં સાથે જોડાયેલી છે અને આ રીતે તે દર્શકોને એક એવી દુનિયામાં લઈ જઈ રહી છે, જે તેમણે પહેલાં ક્યારેય જોઈ નથી.
આવામાં, હવે ફિલ્મને લઈને બની રહેલા જબરદસ્ત બઝ વચ્ચે સમાચાર છે કે લીડ એક્ટ્રેસ યામી ગૌતમ ધર 11 ઓક્ટોબર 2026ના રોજ ગુજરાતના અમદાવાદમાં ફિલ્મનું પ્રમોશન કરવા જઈ રહી છે. આ દરમિયાન એક્ટ્રેસ ફેન્સથી લઈને મીડિયા સુધીના લોકો સાથે મુલાકાત કરશે અને ફિલ્મ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપશે.